An Extraordinary Journey Of An Extraordinary Man…
28 Golden Years Of KingOfBollywood… “SRK”
બોલીવુડનાં બાદશાહની “બાદશાહત”નાં ૨૮ વર્ષ.
શાહરૂખખાન એટલે ટીવી
સિરીયલથી પોતના કરિયરની શરૂઆત કરી પોતાના અભિનયથી ભારતીય ફિલ્મ
ઇન્ડસ્ટ્રી(બોલીવુડ) ઉપર રાજ કરનારો “બાદશાહ”. શૂન્યમાંથી સર્જન
કરી કરોડો લોકો માટે પ્રેરણા બની ગયેલો વ્યક્તિ એટલે શાહરૂખખાન.
૨ નવેમ્બર ૧૯૬૫ના રોજ દિલ્હીમાં શાહરૂખખાનનો જન્મ થયો. માત્ર ૨૬ વર્ષની
ઉંમરમાં તેણે પોતાની માતા-પિતાની છત્રછાયા ગુમાવી. અને ત્યારબાદ માત્ર ૨૦ રૂપિયા
લઇ સપનાઓના શહેર મુંબઈમાં કામ કરવા આવેલ. આ દરમ્યાન તે થોડા દિવસો મુંબઈની ફૂટપાથ
પર રહેલ. મુંબઈ શહેરની પ્રખ્યાત જગ્યા એટલે કે બાંદ્રા બેન્ડ સ્ટેન્ડ ઉપર દરિયા
કિનારે ઉભો રહી આ તરવરીયા યુવાને તે સમયે “હું
એક દિવસ આ શહેર ઉપર રાજ કરીશ”
એવો હુંકાર ભરેલ. ત્યારબાદ તેને એક સીરીયલમાં કામ મળેલ. બાદમાં સીરીયલો દિલ આશના
હૈ, સરકસ, ફૌજી વિગેરે સીરીયલોમાં તેણે અભિનય કર્યા. આ સીરીયલોમાં તેની એક્ટિંગ
જોઈ તેને “દિવાના” ફિલ્મમાં કામ
કરવાની તક મળી. શાહરૂખખાન માટે આ તો હજી શરૂઆત હતી. આગળ તેટલું ઝડપથી વધવું તે પણ
તેની માટે આસાન ન હતું કારણકે તેની પહેલા સલમાનખાન, આમીરખાન અને અક્ષયકુમાર જેવા
હિરો બોલીવુડમાં પોતાના અભિનયનો પરચમ લહેરાવી રહ્યા હતા. ત્યારબાદ વર્ષ ૧૯૯૩-૯૪માં
તેને બાઝીગર,ડર અને અંજામ જેવી ફિલ્મમાં વિલેનનો રોલ કર્યો. તે બાદ જાણે તે પોતે
બોલેલા શબ્દો અને જોયેલા સ્વપ્નને સાકાર કરવા નીકળી ગયો હોય તેમ તેને વર્ષ ૧૯૯૫માં
કરણ-અર્જુન અને રોમેન્ટિક ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે બાદ ૧૯૯૭માં દિલ તો
પાગલ હૈ, ૧૯૯૮માં કુછ કુછ હોતા હૈ, ૨૦૦૧માં કભી ખુશી કભી ગમ જેવી ફિલ્મો આપી. અને
સલમાન ખાન, અક્ષયકુમાર, આમીરખાન જેવા અભિનેતા બાદ ૧૯૯૨માં પોતાની પહેલી ફિલ્મ કરેલ
આ યુવા અભિનેતા ૧૯૯૫માં બોલીવુડનો સુપરસ્ટાર બની ગયેલ. રોમેન્ટિક ફિલ્મો આપ્યા બાદ
ચાહકોનાં દિલમાં તે રાજ કરવા લાગ્યો. અને ચાહકો દ્વારા તેને “King OF Romance”
નામ અપાયું. ૧૯૯૯માં આવેલ તેની ફિલ્મ બાદશાહ બાદ લોકો તેની “બોલીવુડ નો બાદશાહ” પણ કહેવા લાગેલ. બાદમાં
કલ હો ના હો જેવી ફિલ્મથી તેને વિદેશમાં પણ પોતાની અલગ ઓળખાણ ઉભી કરી અને વિદેશમાં
વધુ કમાણી કરનાર ફિલ્મ બની કલ હો ના હો... માત્ર ફિલ્મોથી જ નહી પણ સામાજિક
પ્રવૃતિઓને લીધે પણ તે લોકોના દિલોમાં રાજ કરે છે. તે એસીડ એટેકથી પીડિત દિકરીઓ કે
મહિલાઓ માટે સંસ્થા ચલાવી તેમના ભણવાના ખર્ચથી લઈને નોકરીના પગાર સુધીની સુવિધા
પૂરી પાડે છે. આજે એના ચાહકો એટલા વધી ગયા છે કે નાના બાળકોથી લઈને વિશ્વની
મહાસત્તા ગણાતા અમેરિકાના પ્રેસીડેન્ટ પણ પોતાનાં વક્તવ્યમાં તેનો તથા તેની
ફિલ્મનો ઉલ્લેખ કરે છે. ૨જી નવેમ્બર હોય કે ઈદ હોય તેના ચાહકોનો જમાવડો તેના
બાંદ્રા બેન્ડ સ્ટેન્ડ ઉપર અચૂક જોવા મળે છે. આ સુપરસ્ટાર પણ પોતાનાં ચાહકોને
નિરાશ ન કરી બહુ દુર સુધી તે ચાહકોને પોતાની ઝલક બતાવી શકે તે માટે સ્પેશ્યલ
સ્ટેન્ડ બનાવેલ તેના ઉપર ઉભો રહી અભિવાદન કરે છે. તો ૧૯૯૫માં રીલીઝ થયેલી તેની
ફિલ્મ “દિલવાલે
દુલ્હનિયા લે જાયેંગે”
૨૫ વર્ષથી આજેપણ મુંબઈનાં મરાઠા મંદિર ટોકીઝમાં બતાવવામાં આવે છે. સૌથી લાંબી
થીએટરમાં ચાલનારી ફિલ્મોમાં આ ફિલ્મ પહેલા નંબરે છે. તેની કેટલીક ફિલ્મો રીલીઝ
સમયે બહુ વિરોધ કરવામાં આવતો હતો. પરંતુ કહેવત છે ને કે “બહોત મુશ્કિલ હોતા હૈ
ઉસ શખ્સ કો ગિરાના, જિસે ચલના ઠોકરો ને સિખાયા હો”.. આમ
સતત ૨૮ વર્ષથી બોલીવુડનો અને લોકોના દિલોનો બાદશાહ બનેલો છે. ભારત સરકાર દ્વારા
પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થયેલ. જયારે ગુપ્તદાન માટે યુનેસ્કો દ્વારા પણ
સન્માનિત થયેલ એકમાત્ર ભારતીય છે.
કભી વિલન બનકર ડરાયા(બાજીગર), કભી
દિલવાલે જૈસા રોમેન્સ કરના શીખાયા(DDLJ)
કભી કોચ બનકર “ચક દે ઇન્ડિયા” કહા, કભી ડો.જગ
બનકર જિંદગી જીના શીખાયા(DEAR
ZINDAGI)....
“BAADSHAH EK, KIRDAAR ANEK…”
- ધવલ આચાર્ય, ‘પ્રિન્સ’



